મુખ્ય સામગ્રી પર જાઓ

હે વાંસલડી, વાંસે કેમ પડી તું વ્રજની નારને

હે વાંસલડી, વાંસે કેમ પડી તું વ્રજની નારને;
         રહિ છું રોકી, રાત દિવસ નાનડીયા નંદકુમારને. હે. ટેક
અધરામૃત પીવા સારૂ,
છાનું ચોરીને અમારૂં;
         રાખી રહી છું એને સંગે લારૂં. હે વાંસલડી ૧
કરી જાણે છે કાંઇ કાંમણિયાં,
સુંદરવરને છાનાં ભણિયાં;
         તજી ગયો અમારાં આંગણિયાં. હે વાંસલડી ર
સમજાવ્યો તેં શું કહીને,
ઉભો છે એક તુંને લઇને;
         જાદવ જમુના તીરે જઇને. હે વાંસલડી ૩
તુંને કાનુડે કરમાં ઝાલી,
વ્રજ વિનતાએ કીધી વાલી;
         ભૂમાનંદ કહે મોંઘી થઇ માલી. હે વાંસલડી ૪
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026