મુખ્ય સામગ્રી પર જાઓ

આ વાંસલડી, વાલાને રોકી રહી છે દિન રાતડી

આ વાંસલડી, વાલાને રોકી રહી છે દિન રાતડી;
          બોલે બહુ સારૂ ઉપરથી, ઘટમાં ભરી છે ઘાતડી. આ... ટેક
જોને જીવનને વશ કરી લીધો,
વ્રજ વનિતાને દગો દીધો;
         અધરામૃત તો એણે પીધો. આ વાંસલડી || ૧ ||
બહુ ડોલે મરમાળી વાણી,
ચિત્ત સર્વેનાં લે છે તાંણી;
         એનું કપટ કોઇ ન શકે જાણી. આ વાંસલડી || ર ||
સુણી સ્વર મીઠો મનડે ભાવી,
કાને કરમાં લઇને બોલાવી;
         ત્રિલોકીમાં તે થઇ ચાવી,  આ વાંસલડી || ૩ ||
બંસી તો વેરણ થઇ લાગી,
એના સારૂં આપણને ત્યાગી;
         ભૂમાનંદ કહેમળીને લ્યો માગી, આ વાંસલડી || ૪ ||
 

 

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026