મુખ્ય સામગ્રી પર જાઓ

જાગીને જપ જાપ પ્રભુનો, પોઢયો શું પામર પ્રાણીરે

જાગીને જપ જપ પ્રભુનો, પોઢયો શું પામર પ્રાણીરે;
          વૈકુંઠનાથ વિસારી મેલ્યા, કરી તેં શું કમાણીરે...૧
ઉદરમાં નવ મહિના તુંને, આપ્યું અન્નજળ આંણીરે;
         જઠરામાં કરી જતન જેણે, કળા એની ઓળખાણીરે...ર
વિષય સુખમાં રહ્યો વળગી, સુતદારા સત્ય જાંણીરે;
         એને અર્થે ઉંમર ખોઇ, જાશે નરકે તાંણીરે...૩
બાલ બળ્ચાંની વહાલી લાગી, તુંનેતોતળી વાણીરે,
         ભૂમાનંદનો વાલો વિસારી, હાથે કાધી તેં હાણીરે...૪ 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026