મુખ્ય સામગ્રી પર જાઓ

મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, તે તારે આજ આવીરે

મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, તે તારે આજ આવીરે;
       કરને સતસંગ કહું છું તુંને, જાશે ફેરો ફાવીરે. ૧
વેપાર કરવા વિચર્યો પ્રાણી, પુન્ય તણાં ફલ લાવીરે;
       કુસંગીને સંગે ચાલ્યો, મુળગી ગાંઠ ગુમાવીરે. ર
હજી ચેત હરિજન થાને, લે ગોવિંદ ગુણ ગાવીરે,
       પ્રગટ પરમેશ્વરની મૂરતી, ઉરમાં લે ઠેરાવીરે. ૩
ભવસાગર ઉતારે એવો, નથી બીજો કોઇ નાવીરે,
       ભૂમાનંદના વાલા વિના, કહું છું વાત એ છાવી રે. ૪
 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : શુક્લ બિલાવલ
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિશેષ નામ :
મનુષ્ય, દુર્લભતા
વિશેષણ :
બહુવિધ
www.swaminarayankirtan.org © 2026