મુખ્ય સામગ્રી પર જાઓ

આ સંસારમાં આવીને તેં, શું કરી કમાઇરે

આ સંસારમાં આવીને તેં, શું કરી કમાઇરે;
          પ્રભુપુજાનો અવસર નાવ્યો, જાઇશ ગાંઠ ગુમાઇરે.  || ૧ ||
સગાં તારાં સ્વારથીયાં છે, સુત દારા નિજ ભાઇરે;
         હેત દેખાડીને હરશે તારૂં, ધન દોલત દુઃખદાઇરે.  || ર ||
મારૂં મારૂં કહીને મેલ્યું, ધન તેં ધુતી ધાઇરે;
         એળે અવતાર ખોઇને ચાલ્યો, તૃષ્ણાપુરે તણાઇરે. || ૩ ||
રીલે કારજ કહું છું તારૂં, જીવનના જશ ગાઇરે;
         ભૂમાનંદ કહે સત્સંગ જાન્હવી, વહેતીમાં લે નાઇરે. || ૪ ||
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026