મુખ્ય સામગ્રી પર જાઓ

સૂઇ રહ્યો તું સર્વે ખોયું, સુંદર શ્યામ વિસારી રે

સૂઇ રહ્યો તું સર્વે ખોયું, સુંદર શ્યામ વિસારી રે;
         અવધી આવી રહીછે તારી, લઇ જાશે જમ મારીરે...૧
મનુષ્ય દેહ ફરી નહિ આવે, કહે છે વેદ પોકારીરે;
         તેતો એળે ખોયો અભાગી, શી ગતિ થાશે તારી રે...ર
સતસંગ વિના સર્વે જાશો, જીતી બાજી હારીરે;
         લખ ચોરાશી ફરી ભોગવશો, જમપુરનાં દુઃખ ભારીરે...૩
તે માટે હું કહું છું તુંને, જાગી જપ મુરારીરે;
          ભૂમાનંદનો વાલો મેલે, ઉતારી ભવ વારી રે...૪
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026