મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આવિયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ

આજ આવિયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ;
          અતિ મળ્યો મોટો સત્સંગ, રંગે રંગાણી મતિ...૧
મતિમાંય મેં કર્યો વિચાર, પાર સંસાર લેવા;
         લેવા સુખ સમાગમ સાર, નથી કોયે સંત જેવા...૨
જેવાં લખ્યાં આગમે એંધાણ, તેવા સાચા સંત મળ્યા;
         મળ્યા જેથી પ્રગટ પ્રમાણ, પ્રભુજી અઢળ ઢળ્યા...૩
ઢળ્યા જીતના પાસા પુનિત, ચિત્ત તિયાં ચોંટયું સહી;
         સહી નિષ્કુળાનંદ કે રીત, પ્રીત મારી તેશું થઈ...૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : ખમાજ
પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
સ્વરકાર : પરંપરાગત
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
વિશેષ નામ :
નિષ્કુળાનંદસ્વામી (વિષે), આનંદ,હર્ષ,હરખ
www.swaminarayankirtan.org © 2026