મુખ્ય સામગ્રી પર જાઓ

થયું મનગમતું મારે આજ, લાજ લાખેણી રહી

થયું મનગમતું મારે આજ, લાજ લાખેણી રહી;
રહી વૃત્તિ ફરતી કાંઈ કાજ, સુખ તે તો પામી સહી...૧ સહી કૈયે આ સમયની વાત, આ લાભ છે જો અતિ;
અતિ પ્રાપ્તિ મોટી વિખ્યાત, પામ્યા તે પરમ ગતિ...૨ ગતિ હતી જગમાં સુખ સાથ, નાથે તે નિવારી દીધી;
દીધી બૂડતાં બાંહ ગ્રહી હાથ, વાત એહ વળી કીધી...૩ કીધી કરુણા તે કહી ન જાય, થાપ ન થાય તેહ;
તેહ નિષ્કુળાનંદ નિત્ય ગાય, ઉરે સંભારી એહ...૪

 

 

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
ભાવ :
ધન્યતા
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026