થઈ જીત મારી જગમાંય, સા’ય શ્રીહરિએ કરી;
કરી કૃપા તે કહી ન જાય, ફેરો ના રાખ્યો ફરી...૧
ફરી નોયે ત્રાસ ગર્ભવાસ, દાસ જાણી આણી દયા;
દયાસિંધુ આપ અવિનાશ, દાસ પાસ વાસે રહ્યા...૨
રહ્યા નહિ સંશય કોયે શોક, પ્રગટ પ્રભુને પામી;
પામી વૃત્તિ આનંદ અલોક, કહો કાંઈ રહી ખામી...૩
ખામી વામી ને થઈ છે ખાટ, સુખ મુખે નાવે કહ્યું;
કહ્યું નિષ્કુળાનંદ તે માટ, કાજ આજ સારું થયું...૪
