મુખ્ય સામગ્રી પર જાઓ

એહ સુખને કોઈ સમાન, નાવે બીજું જોડે જોતાં

એહ સુખને કોઈ સમાન, નાવે બીજું જોડે જોતાં; જોતાં સુર નર નાગ નિદાન, સુખ નવ સુણ્યું સુતા...૧ સુતા જઈને પામીએ સુખ, વિમુખ હરિથી થઈ; થઈ રહીએ શ્યામ સન્મુખ, સદા સત્સંગે રઈ...૨ રઈ આજ મોર્યે જેની લાજ, સાચા હરિ સંત મળે; મળે સુંદર એવો સમાજ, પાપ તાપ તર્ત ટળે...૩ ટળે ત્યારે સરવે ફંદ, જ્યારે હરિ મળે આપે; આપે નિષ્કુળાનંદ આનંદ, કષ્ટ બીજાં સર્વે કાપે...૪

 

 

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
ભાવ :
ધન્યતા
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026