મુખ્ય સામગ્રી પર જાઓ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,પુછવી છે પરાક્રમની વાત,  બલવંતાજી.
         મથુરાનાં મલ મેગલ, બલ. કોમલ કરે કેમ કરી ધાત.  બલ.
બાલપણે બહુ બલ કર્યું, બાલ. નાની વેમાં ન કળાણા નાથ,  બલ.
         મામાજીને મળતાં, બલ. બહુ બળે બીળી હસે બાથ,  બલ,
કંસ કરૂર કઠણ ઘણો, બલ. તમે તને કોમલ કાન,  બલ.
         અસુરતણી અડબોથુમાં, બલ અંગભંગ હોયે નેદાન  બલ.
અંગે આજાર આવ્યો હસે, બલ.આવો કરીયે ઓસદ ઉપાય,  બલ.
         જોબન બલે નથી જાણતા, બલ, માનો મારા પિયું લાગું પાયે,  બલ.
આવો વાલા વ્રજમાં વલી, બલ. પાઉ પય દૂધને સાકર,  બલ.
         અંગ બલ આવે અતિ, બલ. ઠીક કહું છું મારા ઠાકુર,  બલ .
ટેવ તમારા તન તણી, બલ. જાણું અમે સર્વે જીવન,  બલ.
         નિષ્કુળાનંદના સ્વામી, બલ. આવો જાજી કરીશ જતન,  બલ.
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026