મુખ્ય સામગ્રી પર જાઓ

આવો મારે નેસડીયે, રસીલાજી

આવો મારે નેસડીયે, રસીલાજી,
         વાલા અમે જોઉ છું વાટ, રસીલાજી...ટેક
કાંનવર કોણ કારણીયે, રસીલાજી૦ મોહનજી નાવ્યા સીયા માટ...રસીલાજી૦ ૧
         ભલે વર્યા તમે કુબજાને, રસીલાજી૦ તેનું તમને કહેશું નહિ કાંય...રસીલાજી૦ ૨
મન માન્યાની વાત છે, રસીલાજી૦ શીદ શંકા રાખો છો મનમાંય...રસીલાજી૦૩
         મોટા ને મરજાદ કસી, રસીલાજી૦ જેને રાજ્ય રાવલી હોયે રીત...રસીલાજી૦ ૪
ન્યાત પર ન્યાતની પરણ્યે, રસીલાજી૦ જીયાં માને મન ને ચિત...રસીલાજી૦ ૫
         છોગાલા છોગા મેલી, રસીલાજી૦ મલપતા આવોને મોરાર...રસીલાજી૦ ૬
આનંદ મગન ભર્યા આવજો, રસીલાજી૦ સંગે લૈ કુબજ્યા જો નારરે...રસીલાજી૦ ૭
         નયણા ભરીને નિરખવા, રસીલાજી૦ મારે ઘણી હઇડામાં હામ...રસીલાજી૦ ૮
નિષ્કુળાનંદના સ્વામી, રસીલાજી૦ ભલે કર્યું કુબજાનું કામ...રસીલાજી૦ ૯

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026