મુખ્ય સામગ્રી પર જાઓ

આગે લાડ લડાવિયા લાડીલાજી રે, હૈયે ઘણું દેખાડ્યું હેત

આગે લાડ લડાવિયા લાડીલાજી રે, હૈયે ઘણું દેખાડ્યું હેત...લાડી૦ ટેક
સાલેછે શરીરમાં, લા૦ અનેક વિધ્ય સુખ આપીયું...લા૦ ૧
દલ દીવાને ડોલું છું, લા૦ સંભારતા સેજડીનાં સુખ...લા૦ ૨
પળે પળે પંડ પરજલે, લા૦ દાઝી દલ પામે છે દુઃખ...લા૦ ૩
મન હિસેછે મળવાને, લા૦ સાહી લેવા શરીરે શામ...લા૦ ૪
તન વિના તન તાપતણું, લા૦ કોને કિયાં ઠરવાનું ઠામ...લા૦ ૫ 
શું કૈને સંભાળાવિયે, લા૦ સર્વે તમે સમજો સુજાણ...લા૦ ૬
મારા આત્માના આધારછો, લા૦ જીવન મારા જીવન પ્રાણ...લા૦ ૭
સુખકારી સુખ આપીયે, લા૦ અમને તમારી હરિ આશ...લા૦ ૮
નિષ્કુળાનંદના સ્વામી, લા૦ અમે છીએ તમારાં દાસ...લા૦ ૯

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026