મુખ્ય સામગ્રી પર જાઓ

ખાત્ય કરી ખોલી કાઢી

ખાત્ય કરી ખોલી કાઢી,
           ખાંતિલાજીરે.સેહેર મધે શિરોમણી સોયે,  ખાંતિલાજીરે.
નમાણિ નારી નગરમે,ખાં.
       કુબજા સરખી દીઠી નહિ કોય,ખાં.
રૂપ જોઇ રાચીયા,ખાં.
        બીજે કીંયા બેઠું નહિ મન;ખાં.
ઢલક ઢલક દૈ ઢાળે ઢળ્યા,ખાં.
       તેને દેખી પરફુલ્યું તન.ખાં.
પ્રવીણપણાની પ્રિછ પડી,ખાં.
       ડા'પણ સર્વે દીઠું દયાલ;ખાં.
અકલવંત ઓળખ્યા અમે,ખાં.
       કંઠે પેરી કુબજાની વરમાળ.ખાં.
ઘણું હતા ડાયા ઘાંઘા થયા,ખાં.
       વિચારું નહિ મનમાં મારાજ;ખાં.
ન મલત શું કુબજા સરખી,ખાં.
       જ્યારે મળ્યું મથુરાનું રાજ,ખાં.
ચતુર હતા પણ ચૂક પડી,ખાં.
       નગરની નારી મળી ઠગ;ખાં.
માતા પિતાને પૂછીને,ખાં.
       પાતાળીયાજી પછે ભરીયે પગ,ખાં.
મેણું તો બેઠું માથે,ખાં.
       વિધ્યે વિધ્યે થાયે છે વાત;ખાં.
નિષ્કુળાનંદના સ્વામી,ખાં.
       જાતીલા જણાણી હવે જાત્ય,ખાં. 
રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026