સારો સાંભળ્યા સરખો વિવેક છે,જો. ૧
હરિ હેતે તે અમ ઘેર આવીયા જો,
મારે મન તે મોહનજી ભાવીયા ,જો. ર
મુને દયાળું દયાળે દયા કરી જો,
વાલો મુને બોલાવે ફરી ફરી ,જો. ૩
તારે માલમે મુજમાં જાણીયુંજો,
એમ જાણીને અભિમાન આંણીયુ ,જો. ૪
તેની જુકિત જીવનજીયે જોયેને જો,
ક્યું મુજને ન ક્યું બીજા કોયને,જો. પ
મારા ગુણ તણી જે હતી ગાંઠડી જો,
ઓળખાવી તે અંતરની આંટડી,જો. ૬
તારે માન તે ગળ્યું છે સખી માહેરું જો,
હરિ જુવે અંતર કહે બાહેરું ,જો. ૭
નવા જોયા અવગુણ મારા એકના જો,
પાળું બરદ ગ્રહિ હરિ ટેકને,જો. ૮
ભલા ભેદુ મળ્યાછે સખી મુજને જો,
કહું સાચું હતું તેવું તુજને,જો. ૯
આજ ઓઘ વળ્યાછે આનંદના જો,
મળ્યા સ્વામી તે નિષ્કુળાનંદના,જો. ૧૦
