મુખ્ય સામગ્રી પર જાઓ

જમજ્યો પૂરણ સ્નેહધારી , નારાયણ જમજ્યો પૂરણ સ્નેહધારી

જમજ્યો પૂરણ સ્નેહધારી , નારાયણ જમજ્યો પૂરણ સ્નેહધારી૦ ટેક
         પેંડા બીરંજ મોતૈયા ને બરફી, માલપૂડા ઘૃત ભારી....નારાયણ ૦૧
મગદળ મોહનથાળ જલેબી, સાટા સુતરફેણી સારી....નારાયણ ૦૨
         ગાંઠિયા કળી ફૂલવડી ને ભજીયાં , ચોળા ચણેચી વધારી.....નારાયણ ૦૩
વાલ વંતાક વાલોળ તુર્યા કોબી.નરસિંહ કે ચમકારી.....નારાયણ ૦૪ 
રચયિતા :
નરસિંહ કવિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026