મુખ્ય સામગ્રી પર જાઓ

આજ આનંદની એલી, જમે જગદીશ આનંદની એલી

આજ આનંદની એલી, જમે જગદીશ આનંદની એલી...ટેક
તેલ મસાલા ભરેલ અથાણાં, ચટણી કોથમરી વાટેલી...જમે૦ ૧
આદું કેરડા કરમદા ને કેરી, મરચાં લીંબું રસ રેલી...જમે૦ ૨
ખારેક ફરફર પાપડ તળિયા, ગુંદા ગરમર પીરસેલી...જમે૦ ૩
દાળ ભાત દૂધ ગોરસ જમજો , નરસિંહ કે મન મેલી...જમે૦ ૪

રચયિતા :
નરસિંહ કવિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026