મુખ્ય સામગ્રી પર જાઓ

જમી ઉઠયા અવિનાશી, અનકોટ જમી ઉઠયા અવિનાશી

જમી ઉઠયા અવિનાશી, અનકોટ જમી ઉઠયા અવિનાશી ૦ ટેક
         ચળુ કરી જમુના જળ પીધાં ,અક્ષરબ્રહ્મ વિલાસી.......અનકોટ ૦૧
હસ્તકમળ મુખ લુઇ બિરાજ્યા ,સિંહાસને સુખરાશી ......અનકોટ ૦૨
         મુખવાસ પાનબીડાં મેલ્યાં આગે,તજ ધાણાદાળ એલાચી.....અનકોટ ૦૩
નરસિંહ આરતી નેહે ઉતારી.પ્રસાદ લ્યે દાસ દાસી....અનકોટ ૦૪ 
રચયિતા :
નરસિંહ કવિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026