મુખ્ય સામગ્રી પર જાઓ

સતસંગ કરીનેરે ભવ સિંધુ તરીયે

સતસંગ કરીનેરે ભવ સિંધુ તરીયે;
         વર્તમાન ધરીનેરે હરિ ભક્તિ કરીયે.૧
સત્સંગનો મહિમારે સજની મોટો છે;
         કપટી કુટિલનોરે સંગ જ ખોટો છે.૨
શાંતિનું સાધનરે સંત સમાગમ છે;
         સત્સંગથી રાજીરે શ્રી પુરુષોત્તમ છે.૩
જેણે જન્મ ધરીનેરે હરિગુણ ગાયા છે;
         નારાયણદાસ કે'છે રે તે બહુ ડાહ્યા છે.૪

 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026