મુખ્ય સામગ્રી પર જાઓ

મનગમતા મોહન રે મંદિર આવોને

મનગમતા મોહન રે મંદિર આવોને;
         દશ બાર સખાનેરે સાથે લાવોને.૧
આંગણિયે આવીરે રંગ રચાવોને;
         ભવસાગર બુડતાંરે નાથ બચાવોને.૨
મેં પલંગ બિછાવ્યોરે ત્રિકમ તમ સારૂં;
         બહુનામી બેસોરે હરખે મન મારૂં.૩
જીવન જોવાને રે ઘેલી થઇ ગઇ છું;
         નારણદાસ કે'છે રે વાટડી જોઇ રહી છું.૪

 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026