મુખ્ય સામગ્રી પર જાઓ

ગઢપુરમાં ગીરધરરે લીલા લ્હેર કરી

ગઢપુરમાં ગીરધરરે લીલા લ્હેર કરી;
          ભાવીક ભકતોનેરે ભેટ્યા ભાવ ભરી. ૧
ખળખળીએ આરે રે ખાંતે ખેલ કર્યો;
          પાવન કીધો છે રે નારાયણ ધરો. ૨
સહસ્ત્રધારાનોરે ઉત્તમ આરો છે;
          ન્હાવાને માટેરે સુંદર સારો છે. ૩
ત્યાં નટવર ના'તારે નેહ વધારીને;
          નારાયણદાસ કે'છેરે ધન્ય અવતારીને. ૪
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026