મુખ્ય સામગ્રી પર જાઓ

માયા પર અક્ષરરે ધામતણા ધામી

માયા પર અક્ષરરે ધામતણા ધામી;
         પુરુષોત્તમ પોતેરે સહજાનંદ સ્વામી.૧
કોટિક રવીચંદ્રરે તેથી તેજ ઘણું;
         સુખસાગર હરિના રે દિવ્ય દેહતણું.૨
તે પ્રગટ્યા પોતેરે અવની અવતારી;
         સુખ દેવા સહુનેરે ગુણીયલ ગીરધારી.૩
તેને ઓળખીનેરે ભજે જે નરનારી;
         નારણદાસ પામેરે પરમ ગતિ સારી.૪

 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026