મુખ્ય સામગ્રી પર જાઓ

શામળિયા સત્ય કહો અમને, અમે નહિ કહીએ કાંઇ તમને રે

શામળિયા સત્ય કહો અમને, અમે નહિ કહીએ કાંઇ તમને રે...૧
પીતાંબર ક્યાં પલટ્યું કાના, નીલાંબર લઇ આવ્યા છાના રે...૨
વાંસલડી વાલમ ક્યા ભુલ્યા, ફરો છો વેલણ લઇ ફુલ્યા રે..૩
મોજડીયો કહો ક્યાં વિસારી, ફુમકીયાળી ચરણે ધારી રે...૪
અંગોઅંગ જુઓ વેષ વારી, હસે છે જોઇ જોઇ વ્રજનારી રે...૫
કહ્યાં વિના વાત પડી બારી, છબી પર મુક્તાનંદ વારી રે...૬
 
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026