મુખ્ય સામગ્રી પર જાઓ

બેઠી મુને બદનામી તારી, વિચારો ગુણવંત ગિરધારી

બેઠી મુને બદનામી તારી, વિચારો ગુણવંત ગિરધારી રે...૧
         કહે છે સહુ કાનુડાવાળી, વજાડે લોકડીયાં તાળી રે...૨
લજાડી કોઇની નવ લાજું, સહુના શિર ઉપર ગાજુ રે...૩
         મારૂં મન તમ સાથેવળગ્યુ, અર્ધ ક્ષણ નવ જાએ અળગું રે. ૪
દલાસા દઇ દઇને વ્હાલા, રહો કેમ ન્યારા નંદલાલા રે..૫
         મારે ઘેર રસિયા રહો રંગી, સદા મુક્તાનંદના સંગી રે...૬
 
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026