મુખ્ય સામગ્રી પર જાઓ

આવો હરિ પૂંછું એકાંતે, રમીયા કે સંગે રાતે રે

આવો હરિ પૂંછું એકાંતે, રમીયા કે સંગે રાતે રે...૧
         કે સાથે મન માન્યું વ્હાલા, કહો સત્ય બોલી નંદલાલા રે...૨
ઘેરાણાં નિંદ્રામાં નેણાં, બોલો છો બીતા મુખ વેણાં રે...૩
         કપોળે કાજળ કહો કયાંથી, ચોળાણાં સરખા પણ ત્યાંથીરે...૪
હૈયામાં હાર ઘણા ખુંતા, શ્યામળીયા કે સંગે સુતા રે...૫
         પૂછું છું ચરણે શિર નામી, કહો મુક્તાનંદના સ્વામી રે...૬

રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026