મુખ્ય સામગ્રી પર જાઓ

સુંદરવર સેજલડી આવો, દાઝલડી વિરહની બુઝાવો રે

સુંદરવર સેજલડી આવો, દાઝલડી વિરહની બુઝાવો રે...૧
સજી મેં તો સેજલડી સારી, કે તમ સંગ રમવા મોરારી રે...૨
મુજ પર મહેર કરો વહાલા, લોભાડો શું નટવર ઠાલા રે...૩
અંગોઅંગ આલીંગન લીજે, કે મુજને પોતાની કીજે રે...૪
લાગી મુને લાલચડી તારી, કેમ કરી રહું નટવર ન્યારી રે...૫
કરો મનગમતું બહુનામી, સદા મુક્તાનંદના સ્વામી રે...૬
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026