મુખ્ય સામગ્રી પર જાઓ

આ જો સખી આવ્યા હરિ બ્રહ્મમોલના વાસી

આ જો સખી આવ્યા હરિ II બ્રહ્મમોલના વાસી II
           નરદેહ ભુતળમાં ધરી II અગોચર અવિનાશી II ૧ II
શામવેદી સરવરીયા II હરિપ્રસાદ તાત II
          ધર્મકુલે ઉદય થયા II પ્રેમવતી માત II ૨ II
છપૈયા સરવાર માંય છે II  સરજું ગંગાને તીર II
           ચૈત્ર શુક્લ નૌમીની II રાતે જનમ્યા ધીર II ૩ II
જનમ ઉછવને સમે II વધાયું વાજી II
           ગાવે મંગળ રંગે રમે II રયું ગગન ગાજી  II ૪ II
આવી ગોલોકથી સુરભી II ધરા દુધે સીંચી II
           વાગ્યા વેમાનુમાં દુદંભી II આવ્યા શિવ વિરંચિ II ૫ II
દેવ મુનિવર આવિયા II સનકાદિક સાથ II
           કોમલ ફૂલે વધાવિયા II ભૂમાનંદનો નાથ II ૬ II
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026