મુખ્ય સામગ્રી પર જાઓ

અષ્ટ વરસ ખેલતે થયા પામ્યા યજ્ઞોપવિત

અષ્ટ વરસ ખેલતે થયા, પામ્યા યજ્ઞોપવિત.
         જન ઉપર આવી દયા, રાખી જોગીની રીત .૧ 
અષ્ટાંગ યોગ સિદ્ધ કરી,  સમાધી સુત્રધાર,
         બ્રહ્મવિદ્યા બુદ્ધિમાં ધરી, બત્રીસ પ્રકાર. ૨
અષ્ટસિદ્ધિ આવીને વર્યા, નવનિધિને ધારી,
         સરિત આશ્રમ સર્વે ફર્યા, તીરથ અઘહારિ.૩
સોરઠ મધ્યે સોહામણો, રેવતાચલ રાજે,
         જાણી નિવાસ સિંધુ તણો, આવ્યા જોવા કાજે .૪
મુક્ત અનંત ત્યા મળ્યા,  રામાનંદ આદિ,
         પુરુષોત્તમ તેણે કલ્પ્યા, સોંપી શ્રેયની ગાદી.૫
સર્વે ત્યાં ભેળા થયા, વૈકુંઠનો સાથ,
         કરી નિવાસ તેમાં રયા, ભૂમાનંદનો નાથ. ૬
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિવેચન:

 ૬૫૪       પદ -૩/૫

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026