મુખ્ય સામગ્રી પર જાઓ

સર્વે તીરથમાં શિરોમણી દુરગપુર આજ

સર્વે તીરથમાં શિરોમણી II દુરગપુર આજ II
         મુક્તિ ચતુર્ધાના ધણી II જેમાં રાજે મહારાજ...II ૧ II
સિદ્ધમુનિવર દેવતા II રયા કરીને ધામ II
         ચરણકમલને સેવતા II ભજે શ્રી ઘનશ્યામ...II ૨ II
ઉન્મત્ત ગંગાતીર કર્યું II ગોપીનાથનું સ્થાન II
         વૈકુંઠથી જેમ ઉતર્યું II દેવ સહિત વિમાન...II 3 II
ઉન્મત ગંગાને ઉપમા II જાનવી તો પોસાય II
         ધોયો અંગોઠો કોપમાં II વાલે વધારી કાય...II ૪II
તે સહજાનંદ થઇને II શેષ જશ જેના ગાવે II
         મુક્તનાં મંડળ લઇને II જેમા નિશદિન નાવે...II ૫II
ગરભવાસ નાવે ફરી II દુરગપુર ચાલો II
          નિરખવા નયણા ભરી II ભૂમાનંદનો વાલો...II ૬ II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026