મુખ્ય સામગ્રી પર જાઓ

બાલ ચરિત્ર બહુ કર્યા અતિ અચરજકારી

બાલ ચરિત્ર બહુ કર્યા II અતિ અચરજકારી II
          માતાનાં મનને હર્યાં II ભુજ ચતુરધારી II ૧ II
વિઘનકારી કોટરા II ધરી રૂપ વિકરાળ II
         હર્યા જાણીને ફૂટરા II બળી ગઇ તતકાલ II ૨ II
પોઢ્યા’તા વાલો પારણે II રમકડું ધારી II
         ઝાલ્યો રમવા કારણે II ચંદ કર વધારી II 3 II
અરધી નિશાને સમે II સુતા સૌ દ્વાર વાસી II
         બાળક ઉઠીને રમે II તેજે ભુવન પ્રકાશી II ૪ II
મુખ લડાવતા માતને II કરે ગ્રહી કપોળ II
         હસી દેખાડ્યા દંતને II ભેળું સર્વે ભુગોળ II ૫ II
શેષ ને સહસ્ત્ર ફણા ધરી II દેખ્યા સર્વે સાથ II
         ખેલાવતા ખોળે કરી II ભૂમાનંદનો નાથ II ૬ II

રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026