મુખ્ય સામગ્રી પર જાઓ

આવ્યો રૂડો અવસર રે ઓળખવા એક હરિ

આવ્યો રૂડો અવસર રે ઓળખવા એક હરિ,
             મોંઘો મનુષ્યા તન રે નાવે તારે ફરી ફરી...ટેક
ધન જોબન તન રંગ પતંગી વણસે વારમવાર,
તે સારું શું જતન કરે છે સુપનું આ સંસાર;
             મેલી તેને મરવું રે, ડરવું દિલ દોશ કરી...આ ૧
વાસ કરે નિત્ય વૈષ્ણવ જનમાં મનમાં માને વાત,
દાસપણું દેવતાને દુર્લભ, જેથી જનમ મરણ દુઃખ જાત;
             ભક્તિ કર્યે ભાવે રે, ધરમની ટેક ધરી...આ ર
સૌમ્ય સુભાવ પરમ સુખ સંપત્તિ એહી પામ્યાનો ઉપાય,
પ્રગટ સ્વરૂપ ઓળખવા શ્રીહરિ દુર્લભ દેહ ગવાય;
             એવું તન આવ્યું રે, લેજે વ્રજરાજ વરી...આ ૩
માયાની મોટપ્ય છે મિથ્યા નથી ઘડીનો નિરધાર,
દેવાનંદ કે ભજ્ય દુઃખ ભંજન, કરુણાનિધિ કરતાર,
             કઠણ વેળામાં રેશે તારાં કારજ સરી...આ ૪ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
દેવાનંદ સ્વામી
વિશેષણ :
બહુવિધ
www.swaminarayankirtan.org © 2026