મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રભુ ભજ્ય પ્રાણી રે કીધી નર દેહ દયા

પ્રભુ ભજ્ય પ્રાણી રે, કીધી નર દેહ દયા,
          હરિ હિતકારી રે, નારી સારુ પ્રગટ થયા. ટેક
કલપતરૂ કરુણાનિધિ કેશવ, મનવાંછિત ફલ દેત,
એ મૂર્તિ અંતરમાં ધરતા, લાભ અલૌકિક લેત;
         અગણિત આગળ રે, જોને જગ જીતી ગયા પ્રભુ ૧
ભક્તાધીન નિગમ નિત્ય ગાવત, આવત અવની માંઇ,
અકલ રૂપ ઓળખતે એવા, કરવું રહે ન કાંઇ
         જાણ્યા વિના જગમાં રેવે, પૂરે તે જા સો વયા. પ્રભુ ર
રાખ્યે ધરમ રમાપતિ રીઝે કીજે સુક્રીત કાજ,
માન લડાઇ મોટપ્ય મેલી ફોગટ ફેલી ટળી આજ;
         નીરભેની નોબત્ય રે, વાગી પછે કુશલ ક્યા. પ્રભુ ૩
નાખ્ય ખજીનો નીરભે નાણું, કર્ય ગોવિંદ ગુણગાન,
દેવાનંદ કહે દોષ નિવારણ, ભવતારણ ભગવાન;
         કરુણાના સાગર રે, વાલાજીને વેદે ક્યા. પ્રભુ ૪
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026