મુખ્ય સામગ્રી પર જાઓ

સાચું તે સગપણ રે સમજ મન શ્યામ તણું

સાચું તે સગપણ રે, સમજ મન શ્યામ તણું;
         બાકી સહુ જૂઠું રે, કશું નથી કામ તણું, સાચું ટેક
માત પ્રિયા સુત તાત ને ભગિની, સગાં સહોદર સોય;
કુળ કુટુંબ સખા ગોત્ર ને જ્ઞાતિ, એમાં તારું છે નહિ કોય;
         સગું એ તો સર્વે રે, સુખ ને દામ તણું. સાચું ૧
જનની જનક કર્યા એવા કેટલાં, તેં જેટલી ધરી દહ,
લેણદેણનો સંબધ તૂટ્યો, ત્યારે મૂકી ગયા એહ;
         કોઇ એ ન દેખાડ્યું રે, ઠેકાણું વિશ્રામ તણું, સાચું ર
જોને આ હરિવર દેહ ધરીને, કોણ આપે આ મનુષ્ય અવતાર;
પશુ પક્ષી જન્મ ફરીને આપ્યો, તને છે ભજન તણો અધિકાર;
         ભજે તેને આપે રે પદ અક્ષરધામ તણું. સાચુ ૩
અણું આસક્તિ ક્યાં ન રાખીશ, માયાની મન છોડ;
નિઃશંક થઇ સહુ શોક તજી દે, પ્રીત પ્રભુથી રે જોડ;
         દેવાનંદ કહે છે રે, રટન કર શ્યામ તણું. સાચુ ૪
 
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026