મુખ્ય સામગ્રી પર જાઓ

કાળ તારી કેડે રે. આયુષને ઓછી કરે

કાળ તારી કેડે રે, આયુષને ઓછી કરે,
       મમતામાં મુરખ રે, ખુંત્યો છું તે ખબર્ય ન રે.ટેક
બાલપણું જોબન ગયું જોતાં ગરઢો થયો ગમાર,
આજકાલ કરતાં આવ્યો તારો વાયદો માથે છે જમના માર;
       વાર નથી ઝાઝી રે દિલમાં નહજુ ડરે. કાળ ૧
લવ નીમેષ ઘડી મુરત માયે પોર દિવસ પરમાણ,
પક્ષ માસ કરી વર્ષ કહાવે, સઇકે જુગ સુજાણ;
       માથે તારે મોટું રે ફરતું એવું ચકર ફરે. કાળ ર
ચારે જુગની એક ચોકડી ઇકોતેર કલપાય.
ઇન્દ્ર પડે અધીકારથી તારે તું કુણ માત્ર કેવાય;
       ચોરાશીનું લગડું રે માથે સીદ માગી ઘરે. કાળ ૩
કર્ય કર્ય સંત સમાગમ સાચો અવસર આવ્યો અમૂલ્ય,
દેવાનં કહે દેખ્ય વિચારી અંતઃકરણ અનુકૂલ;
       ભજ્યા વિના ભુધર રે જીવ બહુ જનમ ધરે .કાળ ૪ 
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026