મુખ્ય સામગ્રી પર જાઓ

આ તો અંતે નથી તન કોઇનું રે પડી જાશે પલકમાં જરૂર

આ તો અંતે નથી તન કોઇનું રે,
પડી જાશે પલકમાં જરૂર;
              વારે વારે આવું તન નહિ મળે રે              
ઘડી ભજતો નથી તું ભગવાનને રે,
              મોહ મદિરાએ ભર્યો ભરપૂર…  વારે૦ || ૧ ||
મોહ માયામાં તું નથી દેખતો રે,
              તારે માથે છે મોતની ઘાત ….. વારે૦ || ૨ ||
પાણી પે’લી વિચારી પાળ બાંધીએ રે,
              નૈ’તો થાશે એમાંથી ઉતપાત…  વારે૦ || ૩ ||
મેડી મંદિરમાં મહાસુખ માણતો રે,
              કાળ લઇ જાશે નથી કાંઇ વાર… વારે૦ || ૪ ||
વિષય વિકારમાં અંધધંધ ચાલતો રે,
              નથી એક ઘડીનો નિરધાર …  વારે૦ || ૫ ||
 તારું ડા’પણ પડ્યું સર્વે ધૂડ્યમાં રે ,
              કરવાનું કર્યું નહિ કાજ… વારે૦ || ૬ ||
સિદ્ધાનંદ કે’ કર રૂડું જીવનું રે,
               લોકતણી મેલીને સર્વે લાજ… વારે૦ || ૭ ||
 
રચયિતા :
સિદ્ધાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026