મુખ્ય સામગ્રી પર જાઓ

મૂવા ટાણે આવ્યા જમ તેડવા રે

મૂવા ટાણે આવ્યા જમ તેડવા રે,
લોહ જંજીર જંબૂર લઇ હાથ;
         રહ્યા કુળ કુટુંબી સહુ કૂટતાં રે… ટેક
હાય હાય કરી તતકાળ કાઢિયો રે,
         બાંધી જકડી ખાપણમાં અનાથ… રહ્યાં૦ ૧
અગ્નિમાં લઇ તનને બાળિયું રે,
         ભૂમિ ઉપર પડી રહી રાખ… રહ્યાં૦ ૨
સ્વપ્ન દેહે કરીને જમ લઇ ગયા રે,
         ધર્મરાજ આગે પૂરવાને સાખ… રહ્યાં૦ ૩
પાપ પ્રમાણે જમપુરી પામિયો રે,
         કે’તાં કષ્ટ તેનો ના’વે પાર… રહ્યાં૦ ૪
નાત જાત ટોળે મળી આવિયા રે,
         પોક મેલી કરતા પોકાર… રહ્યાં૦ ૫
ઠાલો ખરખરો કરી સહુ વળિયા રે,
         પછી કોઇએ ન લીધી સંભાળ… રહ્યાં૦ ૬
સિદ્ધાનંદ કે’ ફોગટ ફેરા ફરિયો રે,
         કે’દી ભજ્યો નહિ નંદલાલ … રહ્યાં૦ ૭

રચયિતા :
સિદ્ધાનંદ સ્વામી
વિવેચન:

૧૬૩                              પદ-૭/૮

 

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026