મુખ્ય સામગ્રી પર જાઓ

ખાન પાનમાં તને સૂજતું રે

ખાન પાનમાં તને સૂજતું રે,વિષય વિકારમાં છે તારે હેત;
           તેણે કરીને સંત નથી સેવતો રે… ટેક
તારા મનમાં છે ધનની ધાંખના રે,
           જેનું તેનું છળ બળ કરી લેત…તેણે૦૧
ચોરી જારી મદ્ય માંસ કારણે રે,
           નીચ નરનો કરે પરસંગ… તેણે૦૨
પંથ મોકળામાં ચાલે છે માલતો રે,
           તને નિત્ય નવા કરી રંગ… તેણે૦૩
કેફ ફેલમાં બહુ ફેલી ગયો રે,
           તેનો ગણતાં ન આવે અંત… તેણે૦૪
વિષય વાતમાં ફરે છે ડોલતો રે,
           ડોકી ડોલી પડવા લાગ્યા દંત…તેણે૦૫
નાત જાતમાં મોટેરો કા’વવા રે,
           મોટા વરા કરાવે વારંવાર… તેણે૦૬
સિદ્ધાનંદ કે’ ડા’પણ તારું જાણિયું રે,
           મુવા સુધી કર્યો ન વિચાર…તેણે૦૭ 
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026