મુખ્ય સામગ્રી પર જાઓ

લખચોરાશી ફરી ફેર આવિયો રે, તેનો ગણતાં ન આવે પાર

લખચોરાશી ફરી ફેર આવિયો રે, તેનો ગણતાં ન આવે પાર;
          હવે સમજી વિચારીને ચાલજે રે…ટેક
ફેર કરજે વિચારીને કર્મને રે,
         મે’ર કરી હરિએ બહુવાર…હવે૦ ૧
તું કરને તપાસ તારા મનમાં રે,
         જોઇ તપાસીને ભરજે પાવ…હવે૦ ૨
રૂડું ઇચ્છે જો તારા જીવનું રે,
         કર તો હરિજનશું ભાવ…હવે૦ ૩
સંત ઉપરે દ્વેષ તો તજીએ રે,
         તજી ક્રોધ મોહ અભિમાન…હવે૦ ૪
તનધન કુળ વિદ્યાના મોહમાં રે,
         ભૂલે મા તું પ્રભુનું ભાન…હવે૦ ૫
સાચા સંતોની સેવા કીજીએ રે,
         દેખી ભૂલીશ મા બહુ ભેખ…હવે૦ ૬
સિદ્ધાનંદ કે’ કહું તારા હિતનું રે,
         જેથી મટે કરમની રેખ…હવે૦ ૭

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026