મુખ્ય સામગ્રી પર જાઓ

દુરગપુર વાસ કર્યો અવિનાશે રે, અનાદિ મૂળઅક્ષર રાખી

દુરગપુર વાસ કર્યો અવિનાશે રે, અનાદિ મૂળઅક્ષર રાખી પાસે...ટેક
એ અક્ષર નરદેહ પામી રે, જેને સેવે સહુ ધામના ધામી રે;
         તેહ થયા ગોપાળાનંદ સ્વામી...દુરગપુર૦ ૧
સ્વરૂપ અક્ષરના છે અનેક રે, સાચો સમજવો તેનો વિવેક રે;
         મૂળ અક્ષર ગોપાળાનંદ એક...દુરગપુર૦ ૨
ગોપાળાનંદ સમરથ ભારી રે, સદા ચાર સ્વરૂપને ધારી રે;
         કરે ક્રિયા અનંત પ્રકારી...દુરગપુર૦ ૩
એક સ્વરૂપે પુરુષોત્તમ પાસ રે, કરે સેવા થઈ હજૂરી દાસ રે;
         વસી ધામમાં ધણીની પાસ...દુરગપુર૦ ૪
બીજું મૂળ અનાદિ અક્ષરધામ રે, અસંખ્ય મુક્ત રહ્યા એહ ઠામ રે;
         પૂરણ પુરુષોત્તમનું મુકામ...દુરગપુર૦ ૫
ત્રીજું અનંત બ્રહ્માંડ આધાર રે, એવું અક્ષર સ્વરૂપ સર્વાધાર રે;
         વસે ત્યાં ઉત્પત્તિના કરનાર...દુરગપુર૦ ૬
ચોથે સ્વરૂપે આ ગોપાળાનંદ રે, પામી ઉરમાં અધિક આનંદ રે;
         સેવે સહજાનંદ જગવંદ...દુરગપુર૦ ૭
વસી દુર્ગપુરમાં નિવાસ રે, રહી ગોપાળાનંદ સ્વામી પાસ રે;
          દાસ હરિ કરે આસવાસ...દુરગપુર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026