Logo image

ગઢપુર ગામ કર્યું અક્ષરધામ રે, અનાદિ મુક્ત વસ્યા એહ

ગઢપુર ગામ કર્યું અક્ષરધામ રે, અનાદિ મુક્ત વસ્યા એહ ઠામ રે... ટેક
એવા મુક્તને રહેવાનું ધામ રે, સચ્ચિદાનંદ ને પૂરણકામ રે;
         તેનું જાણો અક્ષર એવું નામ...ગઢપુર૦ ૧
એ અક્ષરની મોટપ શી કહું રે, અપારનો પાર કેમ લહું રે;
         એક રોમે બ્રહ્માંડ રહે બહુ...ગઢપુર૦ ૨
ઊડે એક રોમે કોટિ અંડ રે, એવું એ અક્ષરબ્રહ્મનું પંડ રે;
         વસે પુરુષોત્તમ ત્યાં અખંડ...ગઢપુર૦ ૩
એહ સગુણ નિર્ગુણ રૂપ ધારી રે, કરે ઉત્પત્તિ અનંત પ્રકારી રે;
         કાર્ય કારણ ને અવિકારી...ગઢપુર૦ ૪
ભવ બ્રહ્મા વિષ્ણુ ગુણ ત્રણ રે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ રે;
          સગુણ સ્વરૂપ એ છ જણ...ગઢપુર૦ ૫
બદ્રિપતિ ને વાસુદેવ જાણો રે, લક્ષ્મીપતિ ને શ્રીકૃષ્ણ પ્રમાણો રે;
         ચારેય નિર્ગુણ સ્વરૂપ વખાણો...ગઢપુર૦ ૬
અંડ અંડ પ્રત્યે એ દસ રૂપ રે, અધિપતિ એ ઈશ્વરના સ્વરૂપ રે;
         એવા બ્રહ્માંડ કોટિ અનુપ...ગઢપુર૦ ૭
ઈશ્વર કોટિ રહે જે આધારે રે, જેને વંદે છે નિત વેદ ચારે રે;
          દાસ હરિ મળવા ઇચ્છા ધારે...ગઢપુર૦ ૮

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ભાગવત મહિમા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026