મુખ્ય સામગ્રી પર જાઓ

ગઢપુર ગામ જાયે સંતો ચાલો રે, નેણે નીરખવા ધરમનો લાલ

ગઢપુર ગામ જાયે સંતો ચાલો રે, નેણે નીરખવા ધરમનો લાલો...ટેક
પરી પૂરણ પુરુષોત્તમ આવ્યા રે, અક્ષરમુક્તો સંગ તેડી લાવ્યા રે;
         ઉત્તમ ભૂપ તણે મન ભાવ્યા...ગઢપુર૦ ૧
ઉત્તમ રાજા અનાદિ ઉપાસી રે,જનમ્યા અભય આંગણ સુખરાશિ રે;
         નર રે શ્રીબદ્રિવન વાસી...ગઢપુર૦ ૨ 
નર ઋષિ નારાયણની જોડ રે, પૂરા કરવા પ્રભુ તેના કોડ રે;
         આવ્યા ધામ થકી કરી ધ્રોડ...ગઢપુર૦ ૩
માયા પુરુષને રહે દૂર પળતા રે, ઈશ્વર કોટિને એ નથી મળતા રે;
         દીઠા ઉત્તમને આંગણ નીકળતા...ગઢપુર૦ ૪
ધન્ય ઉત્તમ રાય તણી ટેક રે, અજ ઈશ વિષ્ણુથી વિશેક રે;
         થયા નરનારાયણ એક...ગઢપુર૦ ૫
જયા લલિતા ભગની બે સારી રે, સદા શીલવ્રત રહી ધારી રે;
         ભજે પુરુષોત્તમ અવતારી...ગઢપુર૦ ૬
કૃષ્ણને વાલી રાધિકા રાણી રે, નારાયણને લક્ષ્મી પટરાણી રે;
         જયા લલિતા એ જોડ ગણાણી રે...ગઢપુર૦ ૭
ઉત્તમ રાજા એકાંતિક ભક્ત રે, જયા લલિતા જક્તથી વિરક્ત રે;
          દાસ હરિ કે અનાદિ એ મુક્ત...ગઢપુર૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ભાગવત મહિમા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026