મુખ્ય સામગ્રી પર જાઓ

એની મૂરતિમાં સખી, કરશે ગુલતાન

એની મૂરતિમાં સખી, કરશે ગુલતાન,
          રાજી થઈને મૂરતિનું, દેશે દાતા દાન...૧
નહિ દિયે આપણને, રહેવા તે દુ:ખી,
          એની મૂરતિને સુખે, કરશે એ સુખી...૨
પણ છે પોતાનું તે તો, જરૂર એ પાળશે,
          આપણી વૃત્તિઓને, એને રૂપે વાળશે...૩
આવડે છે બધું એને, મા મૂંઝાવો કોઈ,
          મરજીમાં રહી ભજો, હરિ રાજી હોઈ...૪
જ્ઞાનસખી કહે મને, ભરોસો છે ભારી,
          જરૂર વાલીડો લેશે, માયાથી ઉગારી...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026