મુખ્ય સામગ્રી પર જાઓ

દોડાદોડ કરવાથી, વળે નહિ કાંય

દોડાદોડ કરવાથી, વળે નહિ કાંય,
          હરિજીના આશરે, માયાને તરાય...૧
રાખો દૃઢ ભરોસો ને, મૂકો નહિ આશરો,
          કર્યા કરો રાત-દિન, એના જ વિચારો...૨
તેને જેમ ગમે એમ, સદા કર્યા કરવું,
          બીજા કોઈ લબાડનું, કાને નવ ધરવું...૩
સમરથ હરિ છોડી, બીજાને ન ભજો,
          હરિ-હરિજન વિના, બીજું સર્વે તજો...૪
જ્ઞાનસખી કહે સખી, આવ્યો મોકો રૂડો,
          છોડો માયા કેરો બધો, પ્રસંગ આ કૂડો...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026