મુખ્ય સામગ્રી પર જાઓ

સુખ-દુ:ખ છોડાવીને, આનંદી બનાવશે

સુખ-દુ:ખ છોડાવીને, આનંદી બનાવશે,
          જે જે બધું માયિક છે, એને એ તજાવશે...૧
દેહમાં જે પ્રીતિ છે તે, જરૂર મુકાવશે, 
          પોતાની મૂરતિમાં, નેહડો કરાવશે...૨
એનો અનુભવ અતિ, કૃપા કરી દેશે,
          અખંડ એ આનંદ, કૃપાથી જ રહેશે...૩
સરવેથી તોડશે ને, મૂરતિમાં જોડશે,
          બીજાં બધાં બંધનો, પટાપટ છોડશે...૪
એકવાર ઝાલે એને, મૂકે નહિ સ્વામી, 
          જરૂર ઉગારે જ્ઞાન, ટાળી બધી ખામી...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026