મુખ્ય સામગ્રી પર જાઓ

માયામાંથી સુખ કદી, જરી નથી મળતું

માયામાંથી સુખ કદી, જરી નથી મળતું,
          આધિ વ્યાધિ ઉપાધિનું, દુ:ખ નથી ટળતું...૧
માટે એનો આશરો, ઝટ છોડી દેવો,
          ધીંગાધણી હરિજીનો, આશરો જ લેવો...૨
પાળે પોષે સદા એ તો, પોતાના જ જાણી,
          મળેલા મોહનજીને, રહો સદા માણી...૩
એ જ ઉગારશે ને, એ જ તમને તારશે,
          સદા રૂડું સુખ આપી, મૂરતિમાં ઠારશે...૪
જ્ઞાનસખી કહે સખી, વાલો બહુ મોંઘો,
          કેવળ કૃપાથી હરિ, થયો આજ સોંઘો...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026