મુખ્ય સામગ્રી પર જાઓ

ખામી ટળે એવા કરે, ઊભા એ સંજોગ

ખામી ટળે એવા કરે, ઊભા એ સંજોગ,
          થાય અતિ ભલું એવા, આપે વાલો યોગ...૧
જે જે કરે જીવન મારો, એને જોયા કરજો,
          તમારું ડાપણ બધું, દૂર પરહરજો...૨
આપણે શું જાણીએ જે, કેમ થાય સારું,
          જે જે કરે હરિ તે તો, સુખનું દેનારું...૩
લેવું એને સવળું, સમજી સદાય,
          એની જોઈ લીલા કદી, જાઉં ના મૂંઝાય...૪
જ્ઞાનસખી કહે સખી, ભાગ્ય જાણી મોટું,
          શરણમાં પડયા રહો, દિયો નહિ દોટું...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026