મુખ્ય સામગ્રી પર જાઓ

આવા ક્યાંથી મળે હરિ, સર્વોપરી સ્વામી

આવા ક્યાંથી મળે હરિ, સર્વોપરી સ્વામી,
          કૃપાળુ પિયુડો મારો, ટાળી દેશે ખામી...૧
રાજી થઈને રસિયોજી, સ્વનું દેશે દાન,
          એના જેવા નથી કોઈ, સામર્થીવાન...૨
અજ્ઞાન ઓળખાવી વાલો, જરૂર ટળાવશે, 
          ઝીણી મોટી વાસનાઓ, જરૂર બળાવશે...૩
એને કરવાનું કામ, કરશે જ શ્રીજી,
          રાત-દિ ભજન કરો, તજી ચિંતા બીજી...૪
જ્ઞાનસખી કહે સખી, એને જ આધારે,
          જીવીએ તો હરિ મારો, જરૂર પધારે...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026