મુખ્ય સામગ્રી પર જાઓ

વાત કહું અતિ સારી, સાંભળ સખી મારી

વાત કહું અતિ સારી, સાંભળ સખી મારી,
          વાલાજીની વાતો મને, લાગે બહુ પ્યારી...૧
દેહનાં આ સુખ-દુ:ખ, છોડાવશે શ્રીજી,
          એની મૂરતિનું સુખ, દેશે બહુ રીજી...૨
અતિ છે દયાળુ વાલો, ભક્તિનો લાલો,
          દેહભાવ મુકાવશે, કૃપા કરી વાલો...૩
પંચવિષય વાસના, અતિશે નઠારી,
          પ્રીતિ કરી પ્રભુ મારો, લેશે જ ઉગારી...૪
જ્ઞાનસખી કહે સખી, હિંમત ન હારજે,
          વાલાના વિશ્વાસે તારું, જીવન તું તારજે...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026