મુખ્ય સામગ્રી પર જાઓ

દાદાનો રૂડો દરબાર, બેઠા હરિ, આપણો કરવા ઉદ્ધાર  

દાદાનો રૂડો દરબાર, બેઠા હરિ, આપણો કરવા ઉદ્ધાર;
           દર્શન કરશું કરી પ્યાર, બેઠા હરિ, આપણો કરવા ઉદ્ધાર...ટેક.
ઉગમણા આથમણા, ઓરડા રૂપાળા;
ઉતરાદે ઓરડે, બેઠા છોગાળા;
           દેશે રૂડો આવકાર...બેઠા હરિ૦ ૧
લીલા કરી છે મારે, વાલે ત્યાં ઘણી;
આજ બેઠા છે મારો, વાલો બની ઠણી;
           બોલાવશે કરીને પ્યાર...બેઠા હરિ૦ ૨
સંતો-ભક્તોના, રૂડા સંગાથમાં;
ગઢપુર જઈ અમે, લેશું હરિ બાથમાં;
           પ્રેમે કરીને અપાર...બેઠા હરિ૦ ૩
જ્ઞાનજીવન કહે, છીએ આનંદમાં;
હેતમાં ને હેતમાં, અતિ ઉમંગમાં;
           દર્શન દેશે દિલદાર...બેઠા હરિ૦ ૪

ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ, સવારે ૯ વાગે, સાધુઆશ્રમના ચોકમાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026