મુખ્ય સામગ્રી પર જાઓ

આનંદ આવે છે અપાર, ગઢપુર, પદયાત્રામાં આ વાર;

આનંદ આવે છે અપાર, ગઢપુર, પદયાત્રામાં આ વાર;
          હરિમાં થાય બહુ પ્યાર, ગઢપુર, પદયાત્રામાં આ વાર...ટેક.
હોંશે હોંશે ચાલે છે, હરિ મારી સંગે;
એવા ભાવમાં સહુ, અતિ ઉમંગે;
       ગણે નહીં થાક લગાર...ગઢપુર૦ ૧
કથા કીર્તન ધૂન, અતિ આનંદમાં;
કરે છે સહુ અતિ, મોજું સત્સંગમાં;
       ભક્તો હજારો હજાર...ગઢપુર૦ ૨
મોંઘો મનુષ્યદેહ, સાર્થક થયો છે; 
જન્મો જનમનો, થાક ગયો છે;
       થઈ ગયો બેડો પાર...ગઢપુર૦ ૩
જ્ઞાનજીવન કહે, આનંદ અપાર છે;
સંતો-ભક્તોની, લાંબી આ હાર છે;
       સ્મરણ કરે છે એકતાર...ગઢપુર૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ગઢપુર પદયાત્રા
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ ભાદરવા વદ-૪, શનિવાર તા.૨૯/૦૯/૨૦૧૮, કુંડળધામ,
સવારે પૂજા કર્યા બાદ ૮:૩૦ વાગે, નિજરૂમમાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026